અરવલ્લી જિલ્લા ના મોડાસા નગર મા મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં આજરોજ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો, આ કાર્યક્રમ શિક્ષિકા બેન રશ્મિબેન શશીકાંતભાઈ પટેલ તથા સેવિકાબેન તરીકે સવિતાબેન પ્રજાપતિનું વય નિવૃત્તિ સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો
આ સમારંભમાં ઉપસ્થિત રહેલા કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઇ. ર .શાહ સાહેબ તથા ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા સાહેબ અને મંત્રી કે .કે શાહ સાહેબ એ પ્રેરણા રૂપી શબ્દોથી થતા બુકે અને ભેટ અર્પણ કરી બંને બહેનોને સત્કાર્યા હતા. વિદાય સમારોહના કાર્યક્રમ નું સંચાલન કરનાર નીલમબેન. વર્ષા બેન મનીષા બેન ને પણ અભિનંદન આપ્યા હતા શાળાના આચાર્ય ધર્મેશભાઈ તથા શાળા પરિવાર વતી બંને કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.