33.7 C
Gujarat
Thursday, August 6, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ બાયડના બુટલેગર કાર્તિકના જુના મકાનમાંથી 311 બોટલ વિદેશી દારૂ...

અરવલ્લી : LCBએ બાયડના બુટલેગર કાર્તિકના જુના મકાનમાંથી 311 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો, સ્થાનિક પોલીસ ઉંઘતી રહી..!!

0
170

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે બાયડ પોલીસને અંધારામાં રાખી શહેરમાં વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી કાર્તિક અરજણ ઉર્ફે અકો સલાટના ઘરમાંથી 67 હજારનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે બાયડ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ હાથધરતા જુના બસ સ્ટેન્ડ નજીક રહેતો કાર્તિક અરજણ ઉર્ફે અકો સલાટ (મારવાડી) તેના ઘરમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે તાબડતોડ કાર્તિક સલાટના ઘરે રેડ કરી ઘરની તલાસી લેતા ઘરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-311 કીં.રૂ.67100/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર કાર્તિક અરજણ ઉર્ફે અકો સલાટ સામે બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!