આજકાલ યુવાનો મોજશોખ પૂર્ણ કરવા ચોરીના રવાડે ચઢી રહ્યા છે સ્માર્ટ ફોનની ઘેલછાને પગલે અનેક યુવકો મોબાઇલ ચોરી કરતા ઝડપાઇ ચુક્યા છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં મોબાઇલ તફડંચીની અનેક ઘટનાઓ બની રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરના શરાફ બજારમાં આવેલી ઇલેક્ટ્રિકસની દુકાનમાંથી મોબાઈલ ચોરી કરનાર ચાંદ ટેકરીના યુવકને દબોચી લઇ ચોરીનો મોબાઈલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીએસઆઈ એસ.કે.ચાવડા અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી-લૂંટ સહીતના ગુન્હાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગ હાથધરતા શહેરની શરાફ બજારમાં આવેલી પાર્થ ઇલેક્ટ્રિક નામની દુકાનમાંથી એક મહિના અગાઉ ચાંદટેકરીમાં રહેતો શરાફત પુકરાજ મુલતાની ફરાર થઇ ગયા બાદ મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો આરોપી યુવકે મોબાઈલ ચાલુ કરતા આઈએમઈઆઈ નંબરના આધારે મોબાઈલ કંપનીમાંથી લોકેશન મંગાવતા ચોરી કરેલ મોબાઈલનું લોકેશન ચાંદટેકરી વિસ્તારમાં બતાવતા એલસીબી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે મોબાઈલ ચોરી કરનાર શરાફત પુકરાજ મુલતાનીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ચોરી થયેલ 15 હજારનો મોબાઈલ રિકવર કરી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.