અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મુનાઈ ગામે સ્વ. વેદાંત ચૌહાણના પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજી એક અનોખો રાહ ચિંધ્યો હતો. આ રકતદાન કેમ્પ માં 40 બોટલ લોહી આપવામાં એકત્ર કરવામાં આવ્યું હતું.
સદગત વેદાન્ત ચૌહાણના પરીવાર દ્વારા તથા બારેશી રોહિત યુવા સંગઠન તથા ગામજનો, સગાસંબંધી દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. મરણ પ્રસંગે આ એક ઉત્તમ કાર્ય કરી સમાજને નવી દિશા આપી આ રકતદાન દ્ધારા એકઠું થયેલું રકત કેટલીય જિંદગી ઓ બચાવશે તથા આ રકતદાન શિબિર થી પ્રેરણા લઈ આવા કાર્યક્રમ યોજાશે. આ રકતદાન કેમ્પ ને સફળ બનાવવા વેદાન્ત ચૌહાણના પિતા કાંતિલાલ ચૌહાણ તથા પરિવાર બારેશી રોહિત સમાજ યુવા સંગઠન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
આ કેમ્પમાં મુનાઈ ગામ આગેવાનો રોહિત સમાજના આગેવાનો તથા લક્ષદીપ હેલ્થ કેર ભિલોડાના ડોક્ટર શૈલ દેવ, વિસનગર મેડિકલ કોલેજના પ્રોફેસર ડોક્ટર દિક્ષિત ચૌહાણ તથા એડવોકેટ દિલીપભાઈ દ્વારા રકતદાન કરવામાં આવેલ હતો. યુવાન વયે મૃત્યુ થયેલ હોવાથી પરિવાર શોકાતુર છે છતાં આ એક ઉમદા કાર્ય કરે સમાજને નવી દિશા આપી હતી