ગયા વર્ષે ચોરી થતાં પોલિસે દુકાનદારોને શ્યામ સુંદર કોમ્પ્લેક્ષકમાં લાઈટ્સ લગાવવા સૂચનો કર્યા હતા, પણ આજે લાઈટ્સ હોવા છતાં ચોરી થઈ…!!!
મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે ચોરી થતાં……
રાધે જ્વેલર્સ નામની દુકાનમાંથી તસ્કરોએ કર્યા હાથ સાફ…Advertisement
શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે ફરીથી ચોરીની ઘટનાઓની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લામાં તસ્કર ગેંગ સક્રિય થઈ ગઈ છે, જેના પુરાવા રવિવારના દિવસે જોવા મળ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના હાર્દસમા એવા શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, એકસાથે 7 દુકાનોના તાળા તોડ્યા જ્યારે અન્ય 2 દુકાનોના શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીની ઘટનાને અંજામ આપવા પહોંચેલા તસ્કોરોએ રાધે જ્વેલર્સ માંથી સોના-ચાંદીના દાગીના સહિતની મત્તા ચોરી કરીને પલાયન થઈ ગયા છે.
સમાચારોની કોપી કરવી નહીં.. સ્ટ્રીકલી પ્રોહિબિટેડ
Advertisement
ગત વર્ષે તસ્કરોએ મોડાસાના શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો ચોરીની ઘટનાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. મોડાસાના સ્ટેશન રોડ વિસ્તાર અને ચાર રસ્તા પોલિસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે આવેલા શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા જ્યાં ચાર આંગડીયા પઢી જેમાં પીએમ એન્ટરપ્રાઈઝ, પટેલ જ્યંતિભાઈ સોમાભાઈ, આંગડીયા રમેશભાઈ કાંતિભાઈ તેમજ જે.કે. એન્ડ કું જ્યારે રાધે જ્વેલર્સ અને વિનાયક બેગ સાથે કટલરીની દુકાનનો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે થી ત્રણ દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરો નિષ્ફળ સાબિત થયા હતા.
શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં ત્રાટકેલા તસ્કરોને રાધે જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીના અંદાજે 9 તોલા ચોરી થઈ હોવાનું દુકાનદારે જણાવ્યું હતું, હાલ પોલિસ ગણતરી કરીને કેટલી મત્તાની ચોરી થઈ છે તે અંગે તપાસ કરી રહી છે. મોડાસાના શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં દરવર્ષે ચોરીની ઘટનાઓ ઘટે છે ત્યારે ચાર રસ્તા પોલિસ ચોકીથી માત્ર સો મીટરના અંતરે ચોરી થતાં અનેક સવાલો ઉઠે છે. ગયા વર્ષે ચોરી થઈ હતી ત્યારે પોલિસે દુકાનદારોને જણાવ્યું હતું કે, અહીં લાઈટના અભાવે તસ્કરો ફાવી જતાં હોય છે, જેને લઇને દુકાનદારોએ તમામ જગ્યાઓ પર રાત્રીના સમયે લાઈટ્સ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો, તેમ છતાં ફરીથી ચોરીની ઘટના ઘટતા હવે શું થશે તે એક સવાલ છે.