31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines શિયાળામાં ચોમાસા જેવો માહોલ, અરવલ્લી સહિત સમગ્ર રાજ્યમાં માવઠું, કેટલીક જગ્યાએ બરફની...

શિયાળામાં ચોમાસા જેવો માહોલ, અરવલ્લી સહિત સમગ્ર રાજ્યમાં માવઠું, કેટલીક જગ્યાએ બરફની ચાદર છવાઈ

0

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહીની અસર જોવા મળી રહી છે. રવિવારના દિવસે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ ધીરે-ધીરે વરસાદી માહોલ જામ્યો હતો. બે થી ત્રણ જિલ્લાને છોડીને તમામ જિલ્લાઓમાં માવઠું થતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ તો રીતસરની બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રના ગિરનાર પર્વત ઉપર પણ સવારે ચાર વાગ્યાથી વરસાદ વરસ્યો હતો. કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે યાત્રાળુઓને પણ પરેશાન થયા હતા. આ ઉપરાંત જેતપુર રાજકોટ રોડ ઉપર બરફના કરા પણ પડ્યા આમ માવઠું લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને હાલ અસર કરી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી પંચમહાલ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો ,અને જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો હતો, જાંબુઘોડા પંથકમાં પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

તો બીજી બાજુ રાજકોટ શહેરમાં સવારથી જ કરા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ભાગોળે આવેલ અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા રસ્તા પર રીતસર બરફના થર જામ્યા હતા. રાજકોટ શહેરમાં સિમલા મનાલી જેવો માહોલ સર્જાતા લોકો ફોટો પડાવવા ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી, જેને ચાલુ કરાના વરસાદમાં શાપર વેરાવળ પોલીસ દ્વારા રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો હતો. બરફના કરા માથા પર પડતા હતા અને પોલીસ કર્મીઓ ટ્રાફિક ક્લિયર કરાવતા તેઓની આ કામગીરી ને સૌકોઈ એ વખાણી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!