31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : વરસાદી માહોલમાં હાઈસ્પીડ બાઈક પર દારૂની ખેપ નિષ્ફળ બનાવતી શામળાજી...

અરવલ્લી : વરસાદી માહોલમાં હાઈસ્પીડ બાઈક પર દારૂની ખેપ નિષ્ફળ બનાવતી શામળાજી પોલીસ,309 બિયર ટીન,ક્વાટરીયાનો જથ્થો જપ્ત

0


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીને અટકાવવા શખ્ત કાર્યવાહીના આદેશના પગલે પોલીસતંત્ર દોડાદોડી કરી રહ્યું છે શામળાજી પોલીસે બોરનાલા ગામ નજીક હાઈસ્પીડ પલ્સર બાઈક પર થેલામાં ભરેલો 37 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બાઈક ચાલક સહીત બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

વરસાદી માહોલ અને કાર્તકી પૂનમના મેળામાં પોલીસની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવી હાઈસ્પીડ બાઈક પલ્સર પર અંતરિયાળ માર્ગ પરથી દારૂની ખેપ મારવાના મનસૂબા પર શામળાજી પોલીસે ઠંડુ પાણી રેડી દીધું હતું શામળાજી PSI એસ.કે.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ આંતરરાજ્ય બોરનાલા સરહદ પરથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગ હાથ ધરતા રાજસ્થાન તરફથી હાઈસ્પીડ બાઈક પલ્સર પર થેલા માં વિદેશી દારૂ ભરી પસાર થતા બુટલેગરો પોલીસ જીપ સામે આવતી જોઈ રોડ પર બાઈક ફેંકી અંધારામાં ઝાડી-ઝાંખરામાં નાસી છૂટતા પોલીસે બંને બુટલેગરો પાછળ દોટ લગાવવા છતાં ફરાર થઇ ગયા હતા.

પોલીસે પલ્સર બાઈક પર થેલામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ,બિયર ટીન અને ક્વાંટરીયા નંગ-309 કીં.રૂ.37430/- અને બાઈક મળી રૂ.67 હજારથી વધુનો જથ્થો જપ્ત કરી ફરાર બંને અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!