34 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કાર્તિકીના ભવ્ય લોકમેળામાં ભક્તોનું ઘોડાપુર : પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરી પિતૃ ઋણથી મુક્ત થઈં ધન્ય બન્યાં



કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો મેળામાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી હતી. કાર્તકી પૂનમના મેળામાં રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ થી લાખો ભક્તો કાળિયા ઠાકોર ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને જિલ્લા અને રાજયભરમાથી ખૂબ મોટો ભકત સમુદાય ઉમટી પડી કાળિયા ઠાકરનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.શામળાજી પોલીસે લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દિધો હતો

Advertisement

Advertisement

યાત્રાધામ શામળાજીમાં આવેલ નાગધરા કુંડમાં સ્નાનનું આગવું મહત્વ છે આસપાસનો આદિવાસી અને રાજસ્થાનથી આવતા શ્રદ્ધાળુઓ ચૌદશના દિવસે રાત્રી જાગરણ કરી પૂનમ ના દિવસે સવારે નાગધરા કુંડમાં સ્નાન કરે છે અહીં આ કુંડ માં સ્નાન કરવાથી તેમના ગત થયેલા પિતૃઓને મોક્ષ મળેછે એવી વર્ષો પુરાણી માન્યતા રહેલી છે નાગધરા કુંડ પાસે પૂજારીઓ દ્વારા પૂજાવિધિ કારાવેછે આજના દિવસે ભક્તો પૂજાવિધિ દ્વારા ભૂત પ્રેત વળગાડ વગેરે દૂર થાય છે એવી માન્યતા રહેલી છે જેને લઈ આજે પણ વહેલી સવારથી જ આ કુંડમા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી પરંપરાગત સ્નાન કર્યું હતુ.

Advertisement

Advertisement

કારતક મહિનામાં ભારતભરમાં ચાર સ્થાનો પર કાર્તિકીના ચાર મેળા યોજાય છે તેમાનો એક યાત્રાધામ શામળાજીમાં યોજાય છે .આજે વહેલી સવારથી જ દુરદૂરથી લાખો ભક્તો ભગવાન કાળિયા ઠાકોરના દર્શને આવેછે અને ધન્યતા અનુભાવેછે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શન અને પ્રસાદ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી

Advertisement

પાંચ દિવસ ચાલનારા કાર્તિકી મેળામાં લખો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવેછે ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા પણ અવ્યવસ્થા ના થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મેળા દરમિયાન દર વર્ષની જેમ આ વષે પણ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રશ્ત દ્રારા મેળામાં આવતાં ભક્તોની સુવિધા વ્યવસ્થા કરાઈ હતી.

Advertisement

Advertisement

શામળાજીનાં કાર્તિકી મેળાનો મોટો મહિમા
અરવલ્લી સાબરકાંઠા જીલ્લા ઉપરાંત રાજસ્થાન,મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના યાત્રાળુઓ પણ આ મેળામા ઉમટતા હોઇ આ મહીંનામ શામળાજી તીર્થભૂમિ યાત્રાળુઓથી સતત ઉભરાય છે.સ્થાનિકો માટે ..ખાસ અહીંના આદિવાસી ભાઇ બહેનો માટે આ લોકમેળો અદના ઉમંગ ઉત્સાહનો અવસર બની રહે છે.કાળિયા ઠાકર તેમનાં ઇષ્ટ દેવ હોઇ સ્થાનિકોમા
આ મેળાનો અનોખો મહિમા છે. એક જમાનામાં ગવાતું ..શામળાજીનાં મેળે રમઝણીયું..રે..પેઝણીયું..બાજે નું લોકપ્રિય લોકગીત આજે ભલે ન ગવાતું હોય પણ આ મેળે એની સ્મૃતિ થયાં વીના રહેતી નથી. સ્થાનિકો આ દિવસોમાં પોતાના ખેતરે પકવતા આદું,લસણ,લીલી હળદર,શેરડી વગેરે લઇ અહી હાટડી માંડી વેચાણ કરવા આવે છે જેની ખરીદી શહેરીજનો અને મેળામાં આવતાં લોકો ખાસ કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!