28 C
Gujarat
Friday, August 21, 2026
Home HeadLines રાજ્યમાં ધોરણ 10માં 9.64 જ્યારે ધોરણ 12 માં 5 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની...

રાજ્યમાં ધોરણ 10માં 9.64 જ્યારે ધોરણ 12 માં 5 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા

0
281

રાજ્યમાં સોમવાર 28 માર્ચના રોજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઇ છે ત્યારે રાજ્યમાં  પરીક્ષાને લઇને સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 10માં 9.64 લાખ વિદ્યાર્થીઓ છે જ્યારે ધોરણ 12માં 1.8 લાખ  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી ગુલાબનું ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, તેઓ ગાંધીનગર સ્વામિનાગાયણ ગુરૂકુળ ખાતે વહેલી સવારથી પહોંચી ગયા હતા,જ્યાં પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં ચિંતા વિના પરીક્ષા આપવા માટે અપીલ કરી હતી. આ સાથે જ  તેમણે વાલીઓ સાથે પણ વાતચીત કરી હતી.

રાજ્યમાં કેટલા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા

ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિધાર્થીઓ

81 ઝોનમાં 958 જેટલા પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા

33 હજાર 231 વર્ગખંડોનો ઉપયોગ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 8 હજાર 067 વિધાર્થીઓ

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 825 હજાર 834 વિધાર્થીઓ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!