27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં SSC અને HSC પરીક્ષાનો પ્રારંભ, ધોરણ 10માં 18,343 જ્યારે HSC...

અરવલ્લી જિલ્લામાં SSC અને HSC પરીક્ષાનો પ્રારંભ, ધોરણ 10માં 18,343 જ્યારે HSC માં 11,115 વિદ્યાર્થીઓ

0
448

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના નિયમિત/ રીપીટર પૃથ્થક ખાનગી પરીક્ષા 28 માર્ચથી એટલે કે સોમવારથી શરૂ થઇ ચુકી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ધોરણ 10માં 18,343 જ્યારે HSC માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મળીને કુલ 11,115 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ માટે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓનું ગુલાબનું ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં પરીક્ષાર્થીઓની સંખ્યા અને બેઠક વ્યવસ્થા

ધોરણ 10 માં 18,342 વિધાર્થીઓ, 612 બ્લોક

ધોરણ 12 (સા.પ્ર) માં 9254 વિધાર્થીઓ, 309 બિલ્ડીંગ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1861 વિધાર્થી, 94 બ્લોક

જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ના મળી કુલ 29,457  વિધાર્થીઓ 1015 બ્લોકમાં નિયમિત /રીપીટર/ વિદ્યાર્થીઓ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!