Advertisementટ્રક ચાલકને સ્થાનિકોએ ઝડપી લઈ બાયડ પોલીસને હવાલે કર્યો
Advertisement
નડિયાદ મોડાસા હાઈવે પર ડેમાઈ ગામ નજીક એક ટ્રકે બાઈક પર સવાર બે યુવકોને હડફેટે લેતાં યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 મારફતે વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે સ્થાનિકોએ ટ્રક ચાલકને ઝડપી લઇ બાયડ પોલીસને હવાલે કર્યો હતો.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સવારે ભરતભાઈ બચુભાઈ ઝાલા ઉં વ. 20. રહે રાયણના મુવાડા ડેમાઈ અને સિધ્ધરાજભાઈ કાનાભાઈ ઝાલા ઉંવ. 15. રહે આકડીયા ડેમાઈ બાઈક પર સવાર થઈ ડેમાઈથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારતાં બાઈક પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી.
ઇજાગ્રસ્ત બંને યુવાનોને 108 મારફતે વાત્રક પહોંચાડાયા હતા જ્યારે અકસ્માત સર્જી ટ્રક મૂકી ભાગી છૂટવાની કોશિશ કરતા ટ્રક ચાલકને ઝડપી લઇ સ્થાનિકોએ બાયડ પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટના સર્જાતાં લોકોના ટોળેટોળા હાઇવે માર્ગ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બાયડ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.