asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : ક્રિપ્ટો કરન્સીના નામે મોડાસા શહેર સહીત અન્ય જીલ્લાના લાલચુ રોકાણકારોના કરોડો રૂપિયા લઇ કંપની ડૂલ,વિદેશ ટુરના નામે લૂંટ


ક્રિપ્ટો કરન્સી, બીટ કોઈન કે પછી ડોલરમાં રોકાણ કરી તગડો નફો આપવાની લાલચમાં છેતરતી અનેક કંપનીઓ રાજ્યમાં સક્રિય
બે વર્ષ અગાઉ રોકાણકારોને શ્રીલંકા,બેંગકોક અને મલેશિયાની વિદેશ ટુર કરાવી જાકમજોળથી આંજી કરોડો રૂપિયા સેરવી લીધા
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનાર અને કંપનીના એજન્ટ બની પરિવારજનો અને મિત્ર વર્તુળના રૂપિયાનું રોકાણ કરાવનાર માટે “ન રહેવાય કે ના સહેવાય” જેવી સ્થિતિ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં રૂપિયા ગુમાવનાર લોકોના બે નંબરના રૂપિયા હોવાથી ઇન્કમ ટેક્ષ ના ડરે ચુપકીદી સાધી લીધીની ચર્ચા

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી રાતોરાત રોકાણકારોને લાખ્ખો-કરોડો પતિ થવાના દિવ્ય સ્વપ્ન બનાવતી અનેક લેભાગુ તત્ત્વો કંપનીઓ અને ઓફિસ કે દુકાનોના શટર ખોલી બેસી ગયા છે મોડાસા શહેર સહીત અરવલ્લી- સાબરકાંઠા જીલ્લામાં બિલાડીની ટોપની માફક ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ સામે વાર્ષિક 36 થી 48 ટકા વ્યાજ ચુકવણી કરવાના જોરશોરથી વાયદા કરી કરોડો રૂપિયાનું રોકાણ મેળવી રહ્યા છે રોકાણકારોને લલચાવવા એજન્ટો અને દલાલો મારફતે ઝાકમજોળ પાર્ટીઓ યોજવામાં આવી રહી છે

Advertisement

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લાલચુ અને લોભિયા લોકો મૂડી રોકાણ પર બેંક કરતા વધુ વ્યાજ કે વળતર મેળવવામાં પરસેવાની કમાણી ના રૂપિયા લોભામણી જાહેરાતોમાં આવી ડુબાડી ચુક્યા છે મોડાસા શહેર સહીત બંને જીલ્લામાં બે વર્ષ અગાઉ સોશ્યલ મીડિયાનો ફાયદો ઉઠાવી એક કંપની અને તેના ડિરેકટરોએ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની સામે તગડો નફો કે પછી માસિક,વાર્ષિક વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારોને શરૂઆતમાં રોકાણ સામે દર મહિને બેંક એકાઉન્ટમાં સીધા રૂપિયા જમા કરાવી તેમજ ચેક આપવામાં આવ્યા હતા રોકાણકારોને જ એજન્ટ બનાવી મસમોટું કમિશનની આપી લલચાવતા એજન્ટો તેમની જવાબદારીનો વિશ્વાસ અપાવી લાખ્ખો રૂપિયાનું એજન્ટ મારફતે રોકાણ કરાવી મલેશિયા અને શ્રીલંકા સહીત વિદેશ ટુર કરાવી હતી ત્યારબાદ ધીરે ધીરે રોકાણની સામે વળતર આપવામાં ગલ્લા તલ્લા કરી બેન્કિંગ નિયમોની આડમાં વળતર આપવાના સમયને વધારો કરતા કેટલાક ચબરાક એજન્ટને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા કામકાજ બંધ કરી દીધું હતું અને તેમને અને તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળે કરેલ લાખ્ખો-કરોડો રૂપિયા પરત આપવામાં આવેની કાકલુદી કરી રહ્યા છે જો કે ક્રિપ્ટો કરન્સીના નામે શિકારી જાળ બિછાવી કરોડો રૂપિયા મૂડી રોકાણકારોના ખંખેરી હાથ અધ્ધર કરી લેતા મોડાસા શહેર સહીત અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના અઢી થી ત્રણ કરોડ રૂપિયા સલવાઇ ગયા છે

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!