38 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિ નો મામલે ઉનાવા પોલીસ મથકે કુલ 8 વ્યક્તિઓ...

વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિ નો મામલે ઉનાવા પોલીસ મથકે કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ

0
414

મહેસાણા જિલ્લામાં વન રક્ષકની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે ઉનાવા પોલિસ મથકે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ચૌધરી રાજુભાઈ, ચૌધરી સુમિત, પટેલ ઘનશ્યામ, પટેલ અલ્પેશ, ચૌધરી જગદીશ, ચૌધરી મૌલિક, ચૌધરી મનીષાબેન, રવિ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલિસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, પટેલ ઘનશ્યામ અને પટેલ અલ્પેશ એ ભેગા મળી આ કાવતરું રચ્યું હતું. તેમના દ્વારા પ્રશ્નપત્ર ના મોબાઈલ થી ફોટા પાડી વોટસઅપ થી આપી જવાબો તૈયાર કર્યા હતા અને ચૌધરી મૌલિક, ચૌધરી જગદીશ, ચૌધરી મનીષાબેન, અને રવિ મકવાણા ને આ જવાબો આપ્યા હતા. બાદમાં ફોટા ડિલીટ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના જ્યારે બહાર આવી ત્યારબાદ આ જવાબ વાળો કાગળ પણ સળગાવી દીધો હતો અને પુરાવાનો નાશ કરી દેવાયો હતો. સમગ્ર મામલે ઓબઝર્વર ડૉ.અંકિત પટેલે ફરિયાદ નોંધવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 27 માર્ચના રોજ વનવિભાગની વન રક્ષક સંવર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી, જ્યાં મહેસાણાના ઉનાવા ની મીરા દાતાર સર્વોદય હાઈ સ્કૂલમાં વન રક્ષક ની પરીક્ષામાં કેટલાક લોકો દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ પેપર લીક થયાનું સામે આવતા પોલિસે તપાસ હાથ ધરી છે, અને સમગ્ર મામલે ઉનાવા પોલીસ મથકે કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!