38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Impact : સગર્ભા મહિલાએ જેમ એમ્બ્યુલન્સ સુધી દોડવું પડ્યું તેમ અરવલ્લીના અધિકારીઓએ...

Impact : સગર્ભા મહિલાએ જેમ એમ્બ્યુલન્સ સુધી દોડવું પડ્યું તેમ અરવલ્લીના અધિકારીઓએ દોટ લગાવી તે પણ ગાડીમાં….!!

0
1504

અરવલ્લી જિલ્લાની રચના થયાને 8 વર્ષ કરતા વધારેનો સમય વિતી જવાં કેટલાય ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં રોડ અને પાણીની મુખ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. મોડાસા તાલુકાના  મોડાસાના અણદાપુર ગામના લોકો આઝાદીના 7 દાયકા સુધી પણ હજુ રોડ-રસ્તા માટે આતુરતા પૂર્વક રાહ જોતા લોકોની વાચા મેરા ગુજરાત બન્યું હતું.

સમગ્ર ઘટના એમ હતી કે, અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પાકો રોડ હતો, પરંતુ ત્યાંથી ગામલોકોનો વસવાટ 2.5 કિ.મી. દૂર છે ત્યાં સુધી રોડ ન હોવાથી ગામલોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડના અભાવે લોકોને ઇમર્જન્સી સમયે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે અણદાપુર ગામમાં એક ગર્ભવતી મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. 108 ઈમરજંસી એમ્બ્યુલસને ફોન કરતા તાબડતોડ 108 ઈમરજંસી એમ્બ્યુલન્સ અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચી હતી, પરંતુ આગળ રસ્તો ન હોવાથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ કર્મીઓ લાચાર બન્યા હતા. એક બાજુ પ્રસુતાને પીડા વધી રહી હતી. આખરે પરિવારની મહિલાઓએ ન છૂટકે પ્રસૂતા અને બાળકના જીવના જોખમે 2.5 કિલોમીટર સુધી ચાલીને લઇ જવાની ફરજ પડી હતી. ગ્રામજનોને રસ્તાને અભાવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે ગ્રામજનોની વાચા જાડી ચામડીના અધિકારીઓ સુધી પહોંચાડા અધિકારીઓ ઉભી પૂછડી ભાગ્યા હતા અને સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. સામાન્ય રીતે ઓફિસમાં બેસી રહીને કામ કરતા અધિકારીને ગ્રામ્ય વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તે અંગે કોઇ જ ખ્યાલ રહેતો નથી અને ગ્રામિણ વિસ્તારોના લોકોને સમસ્યા અધિકારીઓની કચેરી સુધી પહોંચી શકતી નથી. આવી સગર્ભા મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓની વાતો કરતું તંંત્ર માત્ર વાતો જ કરતું હોય તેવું લાગી રહ્યું છે. સગર્ભા મહિલાઓને સરકાર દ્વારા કાળજી રાખવા અંગે અધિકારીઓને સૂચનો કરે છે, પરંતુ અધિકારીઓ સગર્ભા મહિલાઓને દોડાવવા મજબૂર કરતી હોય તેવું આ સ્પષ્ટ લાગ્યું હતું.

ગ્રામજનોએ મેરા ગુજરાતનો આભાર માનતા જણાવ્યું કે, જ્યારે મનુષ્ય કે પશુ બિમાર થયું હોય તો સારવારના અભાવે મૃત્યુ પામતા હતા, અનેક રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી જ નહોતું હલતું, સાંભળો ગ્રામજનોના પીડા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!