અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામના રાજવી પરિવારના અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખના મોટા ભાઈ અને પ્રતિષ્ઠિત વેપારીની ભિલોડા માર્કેટયાર્ડની દુકાનમાં તેમની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી અગમ્ય કારણોસર ફાયરિંગ થતા ગોળીથી શરીર વીંધાઈ જતા સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી છે વેપારીએ કારમાં વિડીયો રેકોર્ડિંગ કરી સમય કોઈની રાહ જોતો નથી અને બીજા જન્મમાં મળીશુંનો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો તેમજ તેમને લખેલ ડાયરીમાં એક શખ્સે દુકાનોમાં ભાગીદારી કરી વિશ્વાસઘાત કર્યો હોવાનું પણ જણાવતા વેપારીએ આત્મહત્યા કરી કે પછી આકસ્મિક મૃત્યુ કે પછી અન્ય કોઈ કારણ અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે
ભિલોડા તાલુકાના મલાસા ગામના વિજયસિંહ હિંમતસિંહ ચૌહાણ ભિલોડા નગરમાં વિજયબાગ ફાયનાન્સ નામની પેઢી ધરાવતા હોવાની સાથે ખેતી કરી જીવન નિર્વાહ ચલાવતા હતા શુક્રવારે સવારે માર્કેટયાર્ડમાં તેમની દુકાન આવ્યા પછી તેમની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ધડાકાભેર અવાજના પગલે આજુબાજુથી વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને તાબડતોડ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા હોસ્પિટલ દોડી આવેલ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું મલાસા ગામના રાજવી પરિવારના વેપારીનું ફાયરિંગમાં મોત થતા આત્મહત્યા કે આકસ્મિક મોત અંગે રહસ્ય ઘૂંટાયું છે ભિલોડા નગર અને સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી
ભિલોડા પોલીસે મૃતક વેપારીના ભાઈ લાલસિંહ હિંમતસિંહ ચૌહાણની ફરિયાદના આધારે મૃતકની લાશને પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી