સનસીટી કોમ્પ્લેક્ષ નજીક ટ્યુશન ક્લાસીસમાં જતી સગીરાની છેડતી કરતા સગીરાના સંબંધી યુવક અને તેના મિત્રોએ ત્રણ લબરમૂછિયા રોમિયોને ફટકાર્યા
પાવનસીટી થી ઝાયકા સુધી ડીપી રોડ પર બેફામ બનતા રોડ રોમિયોથી સગીરાઓ અને યુવતીઓ ત્રાહિમામ
ડીપી રોડ સહીત મોડાસા શહેરમાં રોમિયોગીરી કરતા લબરમૂછિયા હાઈ સ્પીડ બાઈક સાથે ફુલસ્પીડે પસાર થઇ આતંક મચાવી રહ્યા છે
પાવનસીટી અને સનસીટી કોમ્પ્લેક્ષમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ અને ટ્યુશન ક્લાસીસમાં આવતી વિદ્યાર્થીનીઓ રોમિયોગિરી થી ત્રાહિમામ
મોડાસા શહેરમાં રોમિયોગીરી કરતા લબરમૂછિયા બેફામ બન્યા છે રોડ પરથી પસાર થતી સગીરાઓ અને યુવતીઓની પજવણી કરતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી છેડતીનો કે પજવણીનો ભોગ બનનાર સગીરાઓ અને યુવતીઓમાં રહેલો બદનામીનો છૂપો ડર આવા અસામાજીક તત્ત્વોને છૂટોદોર આપી રહ્યો છે મોડાસા શહેરના શ્રી રવિશંકર ડીપી રોડ પર આવેલ પાવનસીટી કોમ્પ્લેક્ષ થી સનસીટી કોમ્પ્લેક્ષમાં બહુધા ટ્યુશન ક્લાસીસ,ઇન્સ્ટિટ્યૂટ અને લાઈબ્રેરી સહીત સોસાયટી વિસ્તારમાં ખાનગી ટ્યુશન ધમધમી રહ્યા હોવાથી વહેલી સવારથી રાત્રીના 8 વાગ્યા સુધી ડીપી રોડ પર સગીરાઓ અને યુવતીઓને આકર્ષિત કરવા અનેક રોમિયો હાઈસ્પીડ બાઈક તેમજ બુલેટના સીનસપાટા કરતા જોવા મળી રહ્યા છે પોલીસતંત્ર દ્વારા રોડ રોમિયો સામે શખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે
મોડાસાના ડીપી રોડ પર આવેલ સનસીટી કોમ્પ્લેક્ષ નજીક ટ્યુશન ક્લાસીસમાંથી રાત્રીના 8 વાગ્યાના સુમારે ઘરે નીકળેલ સગીરાનું કેટલાક રોમિયો પરેશાન કરતા હોવાનું સગીરાના સંબંધી યુવકને જાણ થતા તેના મિત્રો સાથે મળી સગીરાને હેરાન કરતા ત્રણ લબરમૂછિયા રોમિયોને મેથીપાક આપતા હોબાળો થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા લબરમૂછિયા યુવકો લોકોનો રોષ જોઈ ફરાર થઇ ગયા હતા સ્થાનિક લોકો પણ રોડ રોમિયોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો તેમજ પોલીસ ડીપી રોડ પર ડે-નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી સગીરા અને યુવતીઓની પજવણી કરતા રોમિયો સામે લાલ આંખ કરે તેવી માંગ કરી હતી