AAP અમદાવાદ ખજાનચી અને નિવૃત DySP જે.જે.મેવાડાએ ફરજ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં જમીનો અને મિલ્કતો વસાવી હોવા અંગે મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થતા કોર્ટે ગાંધીનગર એસીબીના Dyspને તપાસ સોંપી
આપ પાર્ટીના અમદાવાદ શહેરના તત્કાલીન પ્રમુખ અને અત્યારે ખજાનચી તરીકે આમ આદમી પાર્ટીમાં હોદ્દો ધરાવતા નિવૃત ડીવાયએસપી જે.જે.મેવાડાને અસારવાના ધારાસભ્ય તરીકે ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે તેમની સામે કલોલના વિરલગીરી ગોસ્વામી નામના યુવકે અરવલ્લી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કોર્ટે ફરિયાદ નોંધાવી હતી અમદાવાદ શહેર ખજાનચી જયંતિલાલ મેવાડા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવતા કહ્યું હતું કે, જયંતિલાલ મેવાડાએ તેમની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને રૂ.300 કરોડની મિલકત ખરીદી હતી આ અંગે મોડાસા ડીસ્ટ્રીકટ કોર્ટના જજે તપાસના આદેશ આપી અપ્રમાણર મિલ્કતની તપાસ ગાંધીનગર એસીબીને સુપ્રત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 જમીનની ખરીદી કરી છે. જયંતિલાલ મેવાડા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત કર્મચારી છે. જણાવી દઈએ કે, મોડાસા કોર્ટમાં જયંતિલાલ, તેમની પત્ની, પુત્ર અને પુત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જયંતિલાલ મેવાડા અમદાવાદ શહેર ખજાનચી છે અને તેમને વિધાનસભાની ચૂંટણીમાં તેમણે દાણીલીમડા બેઠક પરથી ઓછી મિલકતો બતાવીને ખોટું સોગંદનામું લીધું હોવાના આક્ષેપ થયા હતા
અમદાવાદ આમ આદમી પાર્ટીના શહેર ખજાનચી જેજે મેવાડા પોલીસ વિભાગમાં PSI તરીકે જોડાયા હતા અને પ્રમોશન દ્વારા Dysp પદ સુધી પહોંચ્યા હતા. તેઓએ આ દરમિયાન અપ્રમાણસર મિલકતો ખરીદી હોવાને લઈ તેની તપાસ કરવા અંગેની માંગ કરવામાં આવી છે. વિરલગીરીએ કોર્ટ સામે તપાસની માંગ કરતા કહ્યુ હતુ છે કે, આમ આદમી પાર્ટીના નેતા જયંતિલાલ મેવાડાએ અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં જમીન ખેતીલાયક અને બીન ખેતીલાયક ખરીદી છે. આ સાથે કોમર્શીયલ બાંધકામ અને દુકાનો તેમજ અમદાવાદ શહેરમાં મેવાડા પાર્ટી પ્લોટ અને રહેણાંકની મિલકતોની પણ વસાવી છે