અરવલ્લી – સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનનું પાંચમું વાર્ષિક મહાસંમેલન મેઘરજ, કુંભેરા સમાજવાડી ખાતે યોજાશે. મેઘરજ આદિવાસી શિક્ષક એસોસિયેશન દ્વારા જનરલ સભા રાખવામાં આવી હતી.ભિલોડા – મેઘરજના ધારાસભ્ય પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા.
જનરલ સભામાં વિગતવાર ચર્ચા કરી તારીખ – ૧૮/૨/૨૦૨૪ ના રોજ મહાસંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં તેજસ્વી વિદ્યાર્થીઓને, વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર શિક્ષકો , નવી નિમણુંક પામેલ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે.
મેઘરજ આદિવાસી શિક્ષક એસોસિયેશન દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા જેમાં મહામંત્રી તરીકે છબીલભાઈ બારીયા , ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ ભગોરા, સહમંત્રી તરીકે જીવાભાઈ માલવિયા અને ખજાનચી તરીકે હિતેન્દ્રભાઇ ફનાતની સર્વાનુમતે વરણી કરવામાં આવી. હજી મહિલા પાંખની નિમણૂંકો કરવાની છે જે આગામી મિટિંગમાં કરવામાં આવશે.
અરવલ્લી – સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશન ત્રણ બિંદુ ઉપર કામ કરે છે જેમાં શિક્ષક – બાળક – સમાજ ને કેન્દ્રમાં રાખીને સમાજ , રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે હંમેશા કાર્યરત રહેશે.