સમિતિ દ્વારા તૈયાર પાકને સલામત સ્થળે ખસેડવા આહવાન કરાયું ઠંડીમાં વધારા બાબતે સાવચેતીના પગલાં લેવા અપીલ
રાજ્યમાં કમોસમી વરસાદની સાથે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની સભવના વચ્ચે હવામાન વિભાગ અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા તૈયાર પાકને સલામત અને યોગ્ય જગ્યા પર રાખવાની સાથે જિલ્લામાં આગામી તા.૦૮ જાન્યુઆરી ૨૦૨૪ થી તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જિલ્લામાં આગામી સમયમા આગાહીના પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલું અનાજ યોગ્ય રીતે ઢાંકીને, તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તે માટે તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તેની તાકીદ રાખવા નિવાસી અધિક કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે