ફાટેલા હોઠ અને તળાવની 80 હજાર થી 1 લાખ સુધીની પ્લાસ્ટિક સર્જરીનો ખર્ચ ઉઠાવી ન શકનાર પરિવારના બાળકો માટે સેવાયજ્ઞ
AdvertisementAdvertisement
ઓલ ઈન્ડિયા મુવમેન્ટ ફોર સેવા સંચાલિત શામળાજી હોસ્પિટલ ખાતે ૨૨ મોં નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પ નું આયોજન ર્ડો.રીના અને જય જિન્દાલ પરિવાર યુ.એસ.એ NRI Families USA.Thru.Insaf તથા સ્ટાન્ડર્ડ ગીસીઝ એન્ડ સ્પેશિયાલિસ્ટ પ્રા.લિ મુંબઈના સૌજન્યથી ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જન્મજાત ચીરાયેલા હોઠ અને ફાટેલા તાળવાના 27 ઓપરેશન વિના મુલ્યે કરવામાં આવ્યાં હતાં શામળાજી હોસ્પિટલમાં 2003 થી2024 કેમ્પ દરમિયાન કુલ 433 જેટલા પ્લાસ્ટિક સર્જરીનાં ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યા છે આ કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ર્ડો.જયેશ સમદે,ર્ડો.માનવ સૂરી,ર્ડો.હિરેન રાણા પ્લાસ્ટિક સર્જરી પીડિયાટ્રિક તેમજ એનેસ્થેટિક ર્ડો,
અતુલ ગાંધી દ્વારા ઉત્કૃષ્ટ સેવા પુરી પાડવામાં આવી હતી મોટા શહેરોમાં ખાનગી હોસ્પિટલમાં ૮૦ થી એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે આ ઓપરેશન શામળાજી જેવા પછાત વિસ્તારમાં નાનાં બાળકો ને વિના મુલ્યે કરવામાં આવે છે શામળાજી હોસ્પિટલમાં ડાયરેક્ટર કપિલ વ્યાસ સતત દેખરેખ હેઠળ આવા કેમ્પોમાં સારવાર કરવામાં આવે છે આજરોજ જે બાળકો ની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે તે નાના બાળકો ને એક દાતા તરફથી ગરમ ધાબળો તથા ટીફીન પણ ભેટ આપવામાં આવી હતી