asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

માતેલા સાંઢ બનેલ ડમ્પરે આશાસ્પદ યુવાનને કચડી નાખ્યો : મેઘરજના પૃથ્વીપુરા વળાંકમાં ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મોત


અરવલ્લી જીલ્લા ખાણખનીજ અને આરટીઓની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ઓવરલોડ ભરેલ વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે
માતેલા સાંઢની માફક રસ્તાઓ પર યમદૂત બનીને દોડતા ઓવર લોડિંગ વાહનો પર અંકુશ ક્યારે મુકાશે…??

Advertisement

અરવલ્લી જીલ્લામાં ટ્રક અને ડમ્પર ચાલકો બેફામ ગતિએ પસાર થતા હોવાથી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે તેમની ઝડપ અને લાપરવાહી મોતનું કારણ બનતી હોય છે મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામના વળાંકમાં ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક યુવકના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા બાઈકનો કડૂચાલો વળી ગયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ડમ્પર ચાલકની બેદરકારીથી આશાસ્પદ યુવકનું મોત નિપજતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો મેઘરજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામનો આશાસ્પદ યુવાન મુકેશભાઈ ભુરાભાઇ કટારા નામનો યુવક બાઈક લઈને કામકાજ અર્થે નીકળ્યો હતો પૃથ્વીપુરા ગામના વળાંકમાં બેફામ ગતિએ ફુલસ્પીડે માતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પરના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારતા બાઇક ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીની નદીઓ વહેતા યુવકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનો સ્થળ પર દોડી આવી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ડમ્પર ચાલક ડમ્પર અકસ્માત સ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો મેઘરજ પોલીસ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી પૃથ્વીપુરા ગામ સહીત મેઘરજ પંથકના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!