37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : LCBએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગના ગુન્હામાં ફરાર 6 આરોપીઓને ઉંડવા...

અરવલ્લી : LCBએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગના ગુન્હામાં ફરાર 6 આરોપીઓને ઉંડવા ત્રણ રસ્તા પરથી દબોચ્યા

0
143

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથધરી છે જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટીંગ ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર 5 આરોપી તેમજ ત્રણ મહિનાથી રાયોટીંગના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી ને મેઘરજ ઉંડવા ત્રણ રસ્તા પરથી ઝડપી પાડી મેઘરજ પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા નેસડા ગામના 6 આરોપીઓ ઉંડવા ત્રણ રસ્તા પર ફરતા હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી 1)હજુર અરજન ખરાડી,2)ભગવાન લાલા ખરાડી,3)દિનેશ રમેશ ખરાડી,4)ગલા વાઘા ખરાડી,5)મોહન લાલા ખરાડી,6)રમેશ શના ખરાડીને દબોચી અટકાયત કરી મેઘરજ પોલીસને સોંપતા કાયદેસરની કાર્યવાહી હાથધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!