જીલ્લા તત્કાલીન SP મયુર પાટીલ, SP સંજય ખરાત અને હાલના SP શૈફાલી બારવાલે અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી “પોલીસ પ્રજાનો મિત્ર છે” સાર્થક કર્યું છે
(જય અમીન, અંકિત ચૌહાણ)
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી પોલીસતંત્ર કાયદાની શખ્ત અમલવારી સાથે માનવીય અભિગમથી લોકોના માનસપટ પર ઉભી થયેલી પોલીસની કડક છબીને ઉદારતાવાદી છબી ઉભી કરવામાં મહદંશે સફળ રહ્યા છે એક બાજુ પોલીસના માથે લોકોની સુરક્ષાની જવાબદારી રહેલી છે, જેના પગલે લોકોને પોલીસના આકરા સ્વભાવનો અનુભવ થતો હોય છે. બીજી બાજુ ઠંડીની મોસમમાં રાત્રે ઠુંઠવાતા લોકોને ઠંડીથી બચાવ માટે ધાબળાનું વિતરણ કરીને LCB પીઆઇ કે.ડી.ગોહિલે પોલીસે માનવતા મહેકાવી પોલીસના દિલમાં પણ દયા ભાવનાનો ભાવ હોય છે તેની પ્રતીતિ કરાવી હતી ધાબળાનું વિતરણ કરી ખરા અર્થમાં સાર્થક કર્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે
સ્વભાવિક છે કે પોલીસની ગાડી કોઈ વ્યક્તિની પાસે આવીને ઉભી રહે તો તે વ્યક્તિને મનમાં સવાલ થવા લાગતો હોય છે કે હવે પોલીસ તેને શું કહેશે? આવા જ કંઈક વિચારો ઠંડીમાં ઠૂંઠવાતા રસ્તા પર ઊંઘી ગયેલા ગરીબોના મનમાં પણ આવ્યા હશે. પરંતુ જ્યારે LCB પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે પોતાના વાહનમાંથી ધાબળા કાઢીને તેમને ઠંડીમાં રક્ષણ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના મન ભરાઈ આવ્યા હતા.કડકડતી ઠંડીમાં પીઆઈ કે.ડી.ગોહિલે મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારમાં નિરાશ્રીતો તરીકે વસવાટ કરતા લોકોને રાત્રીના સુમારે ધાબળા ઓઢાડતાં ખુશી વ્યક્ત કરી હતી
અરવલ્લી પોલીસ દ્વારા અનેક વાર જરૂરિયાતમંદ પરિવારો અને લોકોને મદદરૂપ બની રહી છે
મહત્વનું છે કે આપણે તો ઘરમાં રહીએ છીએ, ઠંડીથી રક્ષણ મળે તે માટે આપણી પાસે ધાબળા છે, સ્વેટર છે પરંતુ રસ્તા પર રહેતા નિરાધાર લોકો પાસે નથી તો ઘર નથી તો ઠંડીથી રક્ષણ કઈ રીતે કરવું તે તો તેમનો આત્મા જ જાણતો હોય છે ઠંડી હોય,ગરમી હોય કે પછી ચોમાસું આ લોકો રસ્તા પર જ પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે શિયાળામાં ઠંડીથી આ લોકોને રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આવી અનેક પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે.