test
30 C
Ahmedabad
Saturday, June 22, 2024

અરવલ્લી જિલ્લાની જનતાએ SOG નું નાક કાપ્યું, ક્યાંય કુટણખાનું કે ગોરખધંધા ન ચાલતા હોવાના દાવા વચ્ચે જનતા રેડમાં ભાંડો ફૂટ્યો


SOG પોલિસ માટે બંધ બેસતી કહેવત – नाच ना जाने आँगन टेढा

અરવલ્લી જિલ્લા SOG ને સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધા કેમ નથી દેખાતા?
દર વખતે વીડિયો વાઈરલ થાય કે પછી લોકોના ભારે દબાણ બાદ કેમ થાય છે કાર્યવાહી
SOG પોલિસ પહેલા કાર્યવાહી કેમ નથી કરતી તે એક સવાલ
શું SOG પોલિસ ના ખિસ્સા વજનદાર થયા છે કે શું તેવી લોકોમાં અટકળો
દર વખતે SOG પોલિસને કેમ કોઈ હાથ નથી લાગતું ?
જનતા રેડમાં દલાલો પકડાય છે તો SOG ને કેમ કંઈ દેખાતું નથી ?

અરવલ્લી જિલ્લામાં સબ સલામ હૈ, તેવા દાવાઓ પોલિસ કરતી હોય છે. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં સ્પા ની આડમાં ગોરખધંધા ચાલતા હોવાના પુરાવાઓ સામે આવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રીએ આ બાબતની ગંભીરતા લીધી હતી અને સમગ્ર રાજ્યમાં થોડા સમય પહેલા એકસાથે દરોડા પાડતા કેટલીય જગ્યાએથી કુટણખાના અને સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો, જોકે તે સમયે એસ.ઓ.જી. પોલિસને ક્યાંકથી પણ આવો ગોરખધંધો કે કુટણખાનું મળ્યુ ન હતું, જેને લઇને લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી.

Advertisement

મોડાસા નગરના શામળાજી રોડ વિસ્તારમાં ચાલતા સ્પા ની આડમાં કેવો ગોરખધંધો ચાલે છે, જેને બોલતો પુરાવો કે, જે એસ.ઓ.જી. સરળતાથી સમજી શકે તેવો વીડિયો વાઈરલ થતાં ના છૂટકે દબાણથી કાર્યવાહી કરવી પડી અને ચાર જેટલા સ્પા અને ગેસ્ટ હાઉસના સંચાલકો સામે કાર્યવાહી કરવી પડી હતી, જોકે આ રેડ દરમિયાન પણ પોલિસને કંઈ જ મળ્યું ન હતું. આવી સરાહનીય કામગીરીથી લોકોમાં એસ.ઓ.જી. ની કામગીરી થી શંકાઓ પણ પેદા થતી હોય છે.

Advertisement

એટલે સુધી તો વાત ઠીક, પણ 8 જાન્યુઆરીના રોજ મોડાસાના હજીરા વિસ્તારમાં એશિયન ગેસ્ટ હાઉસના પરિસરમાં જનતા રેડ પડતાં ફરીથી એસ.ઓ.જી. પોલિસનું નાક સરેઆમ ત્યારે કપાયું જ્યારે લોકોએ ચાર દલાલો અને એક યુવતીને પકડી હતી. થોડા દિવસ પહેલા એસ.ઓ.જી. પોલિસે તમામ ગેસ્ટ હાઉસ અને સ્પા માં ક્યાંય કશુય ચાલતું નથી તેવું કહીને સબ સલામતના પોકળ દાવાઓ કર્યા હતા, જેને લઇને લોકોમા મન બનાવી લીધી અને એસ.ઓ.જી. પોલિસની કામગીરીને અરિસો બતાવી દીધો. મોડાસાના હજીરા વિસ્તારમાં કેટલાય સમયથી ગેસ્ટ હાઉસમાં આ પ્રકારના ગોરખધંધા ચાલતા હોવાની બાતમી હતી, જેને લઇને લોકોએ વોચ ગોઠવી હતી, જેમાં દલાલોની અવર જવર પર નજર રાખી અને એક દલાલ અને ગ્રાહકને ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ ઝડપાયેલા દલાલ મારફતે વધુ બે દલાલો મળીને લોકોએ 4 લોકોને ઝડપી પાડ્યા હતા. ઘટનાને પગલે લોકોને ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઝડપાયેલા એક દલાલ અને યુવતીને પોલિસના હવાલે કરી દેવાયા હતા તો અન્ય બે દલાલો અને ગ્રાહકો ક્યાં ગયા તેના પર સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

જનતા રેડ માં એવું પણ માલુમ થયું કે, આ સમગ્ર રેકેટ વોટ્સ એપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઓપરેટ કરાય છે, દલાલો યુવતીઓના ફોટા મોકલે છે અને પસંદ આવે એટલે ડીલ નક્કી થાય છે, જોકે આ ડીલ પર એસ.ઓ.જી. નહીં પણ જનતાએ પાણી ફેરવી દેતા મામલો સામે આવ્યો હતો.

Advertisement

સોમવારના દિવસે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર તેમજ નિકુંજ રાઠોડ દ્વારા જિલ્લા પોલિસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને દારૂ સહિત સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધાઓ બંધ કરવા માટે રજૂઆત કરી હતી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી કે, જો આવા ગોરખધંધાઓ બંધ નહીં થાય તો તેઓ જ્વલંત કાર્યક્રમો પણ કરશે. કોંગ્રેસના આવેદન પત્ર આપતા જ મોડી રાત્રે ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધા એસ.ઓ.જી. પોલિસે નહીં પરંતુ જનતાએ પર્દાફાશ કરી દીધો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!