અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ ગામમાં નવીન બની રહેલ આરસીસી રોડ પરથી બાઈક લઈને પસાર થતા રોડ તૂટી જવાના ડરથી બે પરિવારો વચ્ચે બોલાચાલી થયા બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બાઈક ચાલક અને તેની પત્ની પર લાકડી-દંડા વડે સામુહિક હુમલો કરતા ભારે ચકચાર મચી હતી ટોળાના હુમલાનો ભોગ બનેલ દંપતિને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા નવીન આરસીસી રોડ અંગે સામસામે ફરિયાદ નોંધાતા ટીંટોઈ પોલીસે બંને પક્ષની ફરિયાદ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
વાંદીયોલ ગામના કનુભાઈ સવાભાઈ વણકર બાઈક લઈને નવીન બનતા આરસીસી રોડની બાજુમાંથી પસાર થતા કચરાભાઈ પુંજા ભાઈ વણકરે કનુભાઈને આંધળો થઇ ગયો છે દેખાતું નથી રોડ નવો બની રહ્યો છે કહી ગાળાગાળી કરી બિભસ્ત ગાળો એક સંપ થઇ 23 લોકોએ હુમલો કરતા પતિ-પતિના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં કનુભાઈ વણકરની પત્નીએ 23 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે સામે પક્ષે જશુ ભાઈ કાળાભાઈ વણકરે કનુભાઈ વણકરની બાઈક નવીન રોડ પર ફસાઈ જતા નીચે પડી જતા ગાળો બોલી કનુ ભાઈ અને તેમની પત્નીએ બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો
ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં સામસામે નોંધાયેલ ફરિયાદના આરોપીના નામ વાંચો
ફરિયાદી:- નિશાબેન કનુભાઈ વણકરે નોંધાવેલ ફરિયાદના 23 આરોપી
1) કચરાભાઈ પૂંજાભાઈ વણકર
2)વાલીબેન દલાભાઈ વણકર
3)દલાભાઈ જીવાભાઈ વણકર
4)કાળાભાઇ જીવાભાઈ વણકર
5)કુલજમભાઈ જશુભાઈ વણકર
6)મગનભાઈ ધુળાભાઈ વણકર
7)રોશનભાઈ મગનભાઈ વણકર
8)શીતલબેન ભરતભાઇ વણકર
9)મધુબેન જશુભાઈ વણકર
10)જશુભાઈ કાળાભાઇ વણકર
11)પ્રવીણભાઈ કોદરભાઈ વણકર
12)હીરાબેન કોદરભાઈ વણકર
13)દિનેશભાઇ કોદરભાઈ વણકર
14)જોત્સનાબેન રમણભાઈ વણકર
15)દિનેશભાઇ કોદરભાઈ જીવાભાઈ વણકર
16)વાલીબેન મગનભાઈ વણકર
17)ભરતભાઈ દલાભાઈ વણકર
18) શાંતાબેન કચરાભાઈ વણકર
19)દિનેશભાઇ વાલાભાઈ વણકર
20)વાલાભાઈ વિરાભાઈ વણકર
21)મલ્હારભાઈ ડાહ્યાભાઈ વણકર
22)આંચલબેન જશુભાઈ વણકર
23)જયતીભાઈ કોદરભાઈ વણકર
(તમામ રહે.વાદીયોલ તા.ભિલોડા.જી.અરવલ્લી)
જશુભાઈ કાળાભાઈ વણકરે નોંધાવેલ ફરિયાદી કોણ કોણ વાંચો
1)કનુભાઈ સવાભાઈ વણકર
2)નિશાબેન કનુભાઈ વણકર( રહે વાંદિયોલ,તા.ભિલોડા,જી.અરવલ્લી)