અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી રહી છે જીલ્લા LCBએ પાંચ મહિના અગાઉ માલપુરના દરબાર ગઢમાં બંધ મકાનમાં ચોરી કરનાર મોડાસાની મહિલા ચોરને ચોરીના 1.19 લાખના દાગીના સાથે ડુંગરવાડા ચાર રસ્તા પરથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માલપુરના મંગલપુર ગામમાં 29 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસતંત્ર ફીફાં ખાંડી રહી છે
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં માલપુરના દરબાર ગઢમાં બંધ મકાનમાં ઘરફો ચોરી કરનાર સીમાપરવીન નસીમ સલીમ શેખ નામની મહિલા ચોરી કરેલા દાગીના વેચવાની પેરવીમાં હોવાની અને ડુંગરવાડા ચોકડી નજીક ઉભી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ ડુંગરવાડા ચોકડી નજીક પહોંચી બાતમી આધારિત મહિલાને દબોચી લઇ તેની પાસેથી 1.19 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના જપ્ત કરી આગવી ઢબે પૂછપરછ કરતા મહિલા ચોરે પાંચ મહિના અગાઉ માલપુરના દરબારગઢ વિસ્તારમાં બંધ મકાનમાં બારીમાં ચાવી મુકેલી જોવા મળતા ચાવીથી મકાનનું તાળું ખોલી ચોરી કરી હોવાનું જણાવતા એલસીબી પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો