જીલ્લા LCB પોલીસે મોડાસા રૂરલ પોલીસને ઉંઘતી રાખી સાકરીયા રામપુર નજીક બુટલેગરોએ ઉતારેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લામાં દારૂની રેલમછેલ કરતા બુટલેગરો સામે પોલીસે શખ્ત કાર્યવાહી હાથધરતા મહદંશે દારૂના વેપલામાં ઘટાડો નોંધાયો છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાકરીયા-રામપુર ગામ નજીક વિદેશી દારૂ કટિંગનો પર્દાફાશ કરી 1.01 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા સાકરીયા રામપુર ગામ નજીક રાજસ્થાનના ઉદેપુર પંથકનો બુટલેગર હીરા વલખા ગામેતી ઠાલવી ગયો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા સાકરીયા-રામપુર ગામમાં રહેતા અક્ષય ગણપત લેઉઆના વરિયાળી વાળા ખેતરની નજીક ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે રેડ કરી વિદેશી દારૂ,ક્વાંટરીયા અને બિયર ટીન નંગ-1168 કીં.રૂ. 101390/-નો જથ્થો જપ્ત કરી સ્થળ પરથી દારૂનો જથ્થો સગેવગે કરવા એકઠા થયેલ બુટલેગર 1)અક્ષય ગણપત લેઉઆ (મૂળ,રહે.દહેગામડા-ભિલોડા),2)કિશન સાયબા કટારા (રહે, રૂપણ-ધનસુરા) અને 3)વિકાસ સંજય બામણીયા (રહે,રામપુર-સાકરીયા) ને દબોચી લઇ તેમની પાસેથી ત્રણ મોબાઇલ મળી કુલ.રૂ.111390/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ ઠાલવનાર હીરા વલખા ગામેતી (રહે,કનબાઈ,રેડફલા-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેદારની કાર્યવાહી હાથધરી હતી