ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ યોજાયો હતો કાર્યક્રમ
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફતી સલમાન અઝહરી અને આયોજક ઈશાકભાઈ ગોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી
મહારાષ્ટ્ર ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ વધી રહી છે મોડાસામાં 4 ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરતા અને અનુસૂચિત જાતિ સમાજ વિષે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા મૌલાના મુફતી સલમાન અઝહરી અને પ્રોગ્રમના આયોજક ઇશાકભાઈ ગોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડી.કે.વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઇશાક ગોરીની ધરપકડ કરી લીધી હતી મૌલાનાની
કચ્છ જીલ્લા પોલીસ કસ્ટડીમાંથી છૂટતાની સાથે જ અરવલ્લી પોલીસ ધરપકડ કરવાની કાર્યવાહી હાથધરી છે
મોડાસા ટાઉન પોલીસે 4 ડિસેમ્બરે નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરનાર ઇશાકભાઈ ગોરીની પૂછપરછ બાદ ધરપકડ બાદ કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે ઇશાક ગોરીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરતા ટાઉન પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે સમગ્ર કેસની તપાસ DYSP કે.જે.ચૌધરીની રાહબળી હેઠળ ચાલી રહી છે