અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગામ નજીક મુરલીધર હોટલ પાસે વેલ્ડિંગની દુકાનમાં કામકાજ કરતા આધેડની તેની સાથે કામકાજ કરતા બે યુવકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઉંઘમાં જ પતાવી દઇ હત્યા કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી પરપ્રાંતીય યુવકની હત્યાના પગલે ટીંટોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ગંભીર ગુન્હાનો ભેદ ઉકલેવા એલસીબી પોલીસ જોતરાઈ હતી જીલ્લા એલસીબી પોલીસે બંને હત્યારાઓને ગણતરીના કલાકોમાં કલોલથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
સુનોખ ગામ નજીક વેલ્ડીંગની દુકાનમાં કામકાજ કરતા 47 વર્ષીય પર પ્રાંતીય અરુણકુમારસિંહ કામદેવસિંહની હત્યા તેના સાથીદાર બે યુવકો કરી ફરાર થઇ જતા ઘટનાની ગંભીરતા સમજી અરવલ્લી SP શૈફાલી બારવાલે એલસીબી પોલીસને તપાસ સુપ્રત કરતા એલસીબી PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમે સ્થળ તપાસ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારા યુવકના મોબાઈલ નંબરના આધારે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હત્યારાઓ કલોલ હોવાની જાણ થતા તાબડતોડ એલસીબી પોલીસ કલોલ પહોંચી પર પ્રાંતીય યુવકની હત્યા કરનાર દિપક વિશુન યાદવ અને મનીષ ઉમાશંકર યાદવ (બંને.રહે,મુડા તા.શિરાન-બિહાર)ને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો