કાલોલ
જિલ્લાના કાલોલ તાલુકાના ખંડેવાળ ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા રાજ્ય સરકાર ની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરે ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો. આ સાથે સરકાર ની કલ્યાણકારી યોજનાઓનો અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા.જેમાં ખેતીવાડી,આરોગ્ય,બહેનોને મળતા લાભ,પોલીસ પ્રસાશન દ્વારા સાઇબર ક્રાઇમ વગેરે બાબતે માર્ગદર્શન અપાયું હતું. આ સાથે રસ્તા,વીજ પુરવઠો,પાણી પુરવઠાના પ્રશ્નો,સ્મશાન,સિંચાઈ અંગે જિલ્લા કલેકટર એ સબંધિત અધિકારી ઓને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત સબંધીત જિલ્લાના અધિકારી ઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.
પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કાલોલ તાલુકાના ખંડેવાળ ખાતે રાત્રી ગ્રામસભા યોજાઈ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -