બુટલેગરોએ દારૂ ઘુસાડવા મોડ્સ ઓપરેન્ડીસ બદલી સિલ્કરૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટના બદલે નાના વાહનો મારફતે બોબીમાતાના માર્ગે સક્રિય બન્યા
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે 48 કલાકમાં ત્રણ વાહનોમાં દારૂની ખેપ નિષફ્ળ બનાવી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે શામળાજી પોલીસે બોબીમાતા ચેકપોસ્ટ નજીક બિનવારસી રીક્ષામાંથી 118 વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર સઘન વાહન ચેકીંગ હાથધર્યું છે બોબીમાતા ચેકપોસ્ટ નજીક ચેકીંગ હાથધરતા રાજસ્થાનના ગેડ ગામ તરફથી દારૂ ભરી આવતી રીક્ષાનો ચાલક પોલીસ ચેકીંગ જોઈ સ્થળ પર રીક્ષા મૂકી ફરાર થઇ જતા પોલીસે રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-118 કીં.રૂ.44910 તેમજ રીક્ષા મળી રૂ.1.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા રીક્ષા ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે