17 C
Ahmedabad
Tuesday, January 14, 2025

અરવલ્લી : Whatsapp પર મેઘરજમાં કારમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઈરફાનમીયાં કાજીને SOG પોલીસે ઝડપ્યો,3 શકુનિઓ ફરાર


અરવલ્લી SP શૈફાલી બારવાલના આગમન પછી પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવાં મહદંશે સફળ રહી છે જીલ્લામાં જુગારીઓ હાઈટેક બની મોબાઈલ એપ્લિકેશન મારફતે મોટા પ્રમાણમાં જુગાર રમાડી રહ્યા હોવાની બૂમો ઉઠી છે જીલ્લા એસઓજીની ટીમે મેઘરજમાં કારમાં બેસીને વોટ્સએપ પર ઓનલાઇન વરલી મટકાના આંકડા બુક કરતા એક ખેલીને દબોચી લીધો હતો એસઓજી પોલીસ ત્રાટકતા ત્રણ જુગારીઓ રફુચક્કર થઈ ગયા હતા પોલીસે 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

Advertisement

અરવલ્લી એસઓજી પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે મેઘરજ નગરમાં પેટ્રોલિંગ હાથધરતાં મેઘરજમાં વોટ્સઅપમાં વરલી મટકાના આંકફેરનો જુગાર ધમધમતો હોવાની માહિતી પ્રાપ્ત થતા બાતમીદાર સક્રિય કરી મેઘરજ બસ સ્ટેન્ડમાં કારમાં ઈરફાનમિયાં ઉસ્માન મિયાં કાજી (રહે,ઈન્દીરાનગર) વોટ્સઅપ પર વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ બસ સ્ટેન્ડમાં રેડ કરી કારમાં જુગાર રમાડતા ઈરફાનમીંયા કાજીને દબોચી લીધો હતો કારમાં આંકફેરના આંકડા લખાવવા આવેલ 1)આસિફ યુસુફ લુહાર ,2) સોહીલ બાકરોલીયા અને 3)ઇમરાન ઇકબાલ શેખ (ત્રણે,રહે,મેઘરજ) ફરાર થઇ ગયા હતા એસઓજી પોલીસે ઈરફાનમીંયા કાજી પાસેથી રોકડ રકમ રૂ.11500, તેમજ કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.2.66 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ચારે જુગારીઓ સામે મેઘરજ પોલીસ સ્ટશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ સુપ્રત કરતા મેઘરજ પોલીસે ફરાર ત્રણે જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!