અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ગત 24 ડિસેમ્બરે યોજાયેલ કાર્યક્રમમાં મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ઉશ્કેરણીજનક ભાષણ મામલે આજે રિમાન્ડ પૂર્ણ થતાં મુંબઈના મૌલાના અને સભાના આયોજકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મૌલાના અને આયોજકે કોર્ટેમાં જામીન અરજી કરતા કોર્ટે બંનની જામીન અરજી નકારી કાઢી હતી અને મૌલાના અને આયોજકને જેલમાં ધકેલી દીધા હતા મૌલાનાને કોર્ટમાં રજૂ કરતા પોલીસતંત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો કોર્ટે મૌલાનાની જામીન અરજી ફગાવતાં તેમના સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી હતી
મોડાસામાં 4 ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરતા અને અનુસૂચિત જાતિ સમાજ વિષે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા મૌલાના મુફતી સલમાન અઝહરી અને પ્રોગ્રમના આયોજક ઇશાકભાઈ ઘોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડી.કે.વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઇશાક ઘોરીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ સોમવારે અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મોડાસા કોર્ટમાં રજુ કરી જુદા-જુદા મુદ્દા હેઠળ દસ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા પાંચ દિવસના રિમાન્ડના રિમાન્ડ પૂર્ણ થતાં મોડાસા ટાઉન પોલીસે કોર્ટમાં રજૂ કરતા મૌલાના વકીલે જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી ફગાવી દેતા પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો
અરવલ્લી: મૌલાના મુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજુ કર્યો, જામીન અરજી ફગાવી કસ્ટડીમાં ધકેલાયો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -