ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનો દ્વારા તેમના વેતનને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા આજે 16 ફેબ્રુઆરીએ અને આવતીકાલે 17 ફેબ્રુઆરીએ આ બહેનો કામથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ અગાઉ તેમણે 27 જાન્યુઆરી અને 24 ડિસેમ્બરના રોજ પણ રેલી કાઢીને આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો.અરવલ્લી જીલ્લાના મુખ્યમથ મોડાસા શહેરના ચાર રસ્તા ટાઉનહોલ ખાતે આંગણવાડી કાર્યકર બહેનો અને આશા વર્કરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા ટાઉન પોલીસે મહિલા કર્મીઓને ડિટેઇન કર્યા હતા
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અને કિસાન સભા તેમજ સીઆઇટીયુ તરફથી દેશભરમાં કામદારો કિસાનો મજૂરો આંગણવાડી વર્કર આશા વર્કર સ્કીમ વર્કર અને કરાર આધારિત કર્મચારીઓ દ્વારા મજદૂર વિરોધી ચાર લેબર કોડ અને આંગણવાડીના પગાર વધારા સહિતના તેમ જ આશા વર્કરના પડતર પ્રશ્નો માટે 16 અને 17 ના રોજ ભારત બંધનું એલાન છે તેના સમર્થનમાં દેખાવો યોજવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લામાંથી આંગણવાડી આશા વર્કર ખેડૂતો કામદારો થઈને કુલ આશરે ૨૦૦ જણાએ ધરપકડો વોહરી વિરોધ નોંધાવ્યો હતો રેલીની મંજૂરી માગવા છતાં રેલીની મંજૂરી ના મળતા ચાર રસ્તા આગળ બધાએ ભેગા થઈને દેખાવ યોજાતા પોલીસે ધરપકડ કરી હતી આંગણવાડીના 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ જ પગાર વધારો ના કરતા અને આશા વર્કર નો પણ પગાર વધારો ના કરીને કોઈ લાભ ના આપતા માસીએલ પર ઉતરીને બધી બહેનોએ વિરોધ નોંધાવી આજે દેખાવો યોજ્યા હતા ચાર લેબર કોડ ના વિરોધમાં તેમજ ખેડૂતો માટેના ત્રણ કાળા કાયદા ના વિરોધમાં આ કાર્યક્રમમાં કિસાન સભા અને સીઆઇટીઓના કામદારો પણ જોડાયા હતા.
મોડાસા ટાઉનહોલમાં યોજાયે મીટીંગમાં ડાયાભાઈ જાદવે સંબોધન કર્યું હતું અને મોદી સરકારની કોર્પોરેટ જગત અને ઉદ્યોગપતિઓની તરફેણ કરતી નીતિઓ અને કામદાર જગતના શોષણ અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો દેશમાં સરકારી સાહસોના ચાલી રહેલ ખાનગીકરણ તેમજ કરાર આધારિત તેમ જ આંગણવાડી આશા વર્કરને કાયમી કરવાની કાયદેસરના લાભ આપવાની અને સરકારી કર્મચારી ગણવાની વાત કરી હતી તેમજ કામદાર વિરોધી ચાર લેબર કોડ પરત ખેંચવા તેમજ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પરત ખેંચવા માંગ કરી હતી. આ કાર્યક્રમમાં સીઆઇટીઓના પ્રદેશ મંત્રી ડી આર જાદવ કિસાન સભા ના ભલાભાઇ ખાંટ આંગણવાડી કર્મચારી આગેવાનો ઉર્મિલાબેન અનસુયાબેન મીનાક્ષીબેન જાગૃતીબેન જમીલાબેન ની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો