સાઠંબા માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી ગાડી પસાર થવાની છે તેવી બાતમી આધારે સાઠંબા પોલીસ ધોળીડુંગરી માર્ગ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન શંકાસ્પદ ઝડપે એક સેન્ટ્રો કાર પસાર થઈ જતાં સાઠંબા પોલીસ તેનો ફિલ્મીઢબે પીછો કરી રહી હતી તે દરમિયાન વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કારે ચાંપલાવત ગામ નજીક સામે આવતી કારને ટક્કર મારી અકસ્માત સર્જતાં એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલી કાર બુટલેગર સાથે ઝડપાઈ ગઈ હતી.
શુક્રવારના રોજ સાઠંબા પોલીસની ટીમ વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની છે તેવી બાતમી આધારે સાઠંબા ધોળીડુંગરી માર્ગ પર પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન શંકાસ્પદ ઝડપે એક કાર પસાર થતાં પોલીસની ગાડીએ તે કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો તે દરમિયાન ચાંપલાવત ગામ વિદેશી દારૂ ભરેલી કારે સામે આવતી એક્સયુવી મહિન્દ્રા કાર નં. જીજે ૦૫.આર કે ૨૪૧૦.ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
પાછળ આવતી સાઠંબા પોલીસે તરત જ તે શંકાસ્પદ કારની તલાશી લેતાં તે સેન્ટ્રો કાર નં. જીજે ૦૧,કે બી ૬૨૬૨. ની અંદર ભરેલો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ. ૭૫૪.જેની કિંમત રૂપિયા ૧,૦૭,૯૪૦/-ના વિદેશી દારૂ અને કાર મળી ૧,૫૦ લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતીય બુટલેગર કોમલસિહ સુવાલાલ રાવણા રાજપુત રહે. ઉપરેડા તા. બનેડા.જી. ભીલવાડા (રાજસ્થાન) ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.