asd
25 C
Ahmedabad
Wednesday, December 11, 2024

મોડાસા બી આર સી ભવન મા માલપુર .મેઘરજ મોડાસા ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો


અરવલ્લીના મોડાસા બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા આઈ ડી વિભાગ દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર નિલેશ દવેના માર્ગદર્શન હેઠળ માલપુર અને મેઘરજના ધોરણ 1 થી 12 માં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો ત્રણ તાલુકાના મળીને કુલ 350 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ અલગ અલગ સાધન સહાય પ્રાપ્ત કર્યા જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાધન સહાયથી વંચિત હોય તેવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વહીલ ચેર, વોકર, ક્રચીસ અને શ્રવણ યંત્રો અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને માટે વાઈટ કેન બ્રેઇલ પાટી જેવા સાધનો એલિમકો કાનપુર ના નિષ્ણાત તજજ્ઞો દ્વારા પૂરા પાડવામાં આવ્યા. સાધન સાહેબ પ્રાપ્ત થયા ની ખુશી દિવ્યાંગ વ્યક્તિઓમાં જોવા મળી શાળા શિક્ષણમાં સાધન સહાય મેળવ્યા બાદ વિદ્યાર્થી વધુ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે તેવા વિચાર સાથે હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સરળતાથી શાળા સુધી પહોંચશે સરળતાથી વર્ગ શિક્ષણ પ્રાપ્ત કરશે અને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થી પણ સફળતાથી શિક્ષણ પ્રાપ્ત કરી શકશે આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના સામાજિક અગ્રણી નિલેશ જોશી અને શિક્ષણવિદ ડોક્ટર બ્રિજેશચંદ્ર રાવ દ્વારા સાધન સહાય વિતરણ કરવા માં આવ્યું. આ સમગ્ર કેમ્પનું સંચાલન જિલ્લા આઈ.ડી.કો. અમિત કવિ અને સ્પેશિયલ એજ્યુકેટર મોડાસા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!