હિન્દુ સનાતન ધર્મમાં પંચાંગનું ખૂબ જ મહત્વ છે. પંચાંગ પ્રમાણે આજનો દિવસ શુભ દિવસ છે, કેમ કે આજે 24 ફેબ્રુઆરી, 2024 એ મહા પૂનમ છે, હિન્દીમાં આને માઘ પૂર્ણિમા પણ કહે છે. હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં મહાસુદ પુનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું ભગવાન શામળિયાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી
પ્રાચીન યાત્રાધામ શામળાજી મંદિર ખાતે દર પૂનમે શ્રધ્ધાળુઓ મોટીસંખ્યામાં દર્શનાર્થે ઉમટતા હોય છે. મહાસુદ પૂનમના દિવસે સુપ્રસિધ્ધ શામળાજી મંદિરમાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શન માટે જીલ્લા સહિત ગુજરાત અને રાજસ્થાનમાંથી શ્રધ્ધાળુઓ વહેલી સવારથી મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા મહાસુદ પૂનમને લઈને ભગવાન કાળિયા ઠાકોરને મનમોહક શણગાર સજાવવામાં આવ્યો હતો. ભગવાન શામળીયાને મંદિરનાં પુજારી પરેશભાઈ તથાં વિનયભાઇ એ સુંદર વાધા માં સુશોભિત કરવામાં આવ્યા હતા ભગવાન શામળીયા ને સુવર્ણ આભુષણો પહેરાવી ને સુશોભિત કરવામાં આવ્યા હતા શામળિયા ભગવાનની મૂર્તિ ગુલાબથી આચ્છાદિત બની હતી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતાર જામી હતી ભક્તોએ ભગવાન શામળીયાનાં દર્શન કરવાની સાથે બજારમાં મળતા દેશી આદું , રતાળુ હડદર તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી હતી શામળાજી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો
અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં મહાસુદ પૂનમના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -