34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી: બાયડ પોલીસની અનોખી પહેલ મહિલા બુટલેગરો સાથે બેઠક યોજી દારૂનો ધંધો...

અરવલ્લી: બાયડ પોલીસની અનોખી પહેલ મહિલા બુટલેગરો સાથે બેઠક યોજી દારૂનો ધંધો છોડવા સંકલ્પ લેવડાવ્યો

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની સખ્ત અમલવારી કરાવવામાં મહદંશે સફળ રહી છે જોકે દારૂના ધંધામાં રહેલા અધધ કમાણીના પગલે મહિલાઓ પણ દારૂના ધંધામાં પુરુષ સમોવડી બની છે ત્યારે બાયડ પોલીસે શહેરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ મહિલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં બેઠક યોજી મહિલાઓને દારૂનો ધંધો છોડવા સંકલ્પ લેવડાવી જીવન નિર્વાહ ચલાવવા માટે અન્ય વૈકલ્પિક ધંધા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ
અરવલ્લી જીલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ દેશી દારૂનું વેચાણ કરતી હોવાનું જગજાહેર છે પરંતુ બાયડ શહેરમાં વિદેશી દારૂના ધંધામાં બુટલેગરો સાથે તેમના પરિવારની મહિલાઓ પણ સામેલ હોવાની સાથે કેટલીક મહિલાઓ વિદેશી દારૂનું ઘરમાં વેચાણ કરી કુખ્યાત બની ચુકી છે ત્યારે બાયડ પોલીસે બાયડ પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત “મહિલા બૂટલેગર પુનર્વસન” માટે કાર્યક્ર્મ યોજી મહિલા બુટલેગરોને દારૂનો ધંધો બંધ કરવા સમજાવટ કરી મુખ્ય ધારામાં લાવવા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સહાયની સમજ આપવામાં આવી હતી તેમજ મહિલા બૂટલેગરોએ પ્રોહીબીશનની પ્રવૃત્તિ નહીં કરવાનો સંકલ્પ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!