અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલ વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં બેઠક યોજાઇ હતી જેમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી ભિલોડાના કૌશિક સોનીની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં કરાવતા અન્ય હોદેદારો અને કર્મીઓએ અભિનંદ પાઠવ્યા હતા.
શામળાજી વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની બેઠક યોજાઈ હતી જેમાં અરવલ્લી જીલ્લા માં.અને ઉ.માં.શાળા વહીવટી કર્મચારી સંઘના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ,મણિલાલ પટેલ,મકનાભાઈ પટેલ,કિશોરભાઈ પંચાલ સહિતની ઉપસ્થિતિમાં જીલ્લાના પ્રમુખ તરીકે કૌશિક સોની,મહામંત્રી તરીકે શૈલેષભાઇ પંડ્યા,મહેશભાઈ પટેલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપપ્રમુખ કનુભાઈ પટેલ,નારાયણભાઈ પટેલ, અર્જુનસિંહ ઝાલા ,જગદીશ પ્રજાપતિ,રમણલાલ પ્રજાપતિ સહિત હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.નવીન હોદ્દેદારોએ સૌનો આભાર માન્યો હતો