પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીથી દબાણકર્તાઓમા ફફડાટ
ગોધરા,
પંચમહાલ જીલ્લાના વડા ગોધરા શહેરમા આવેલા બામરોલી રોડ વિસ્તારમા આવેલા નડતરરુપ દબાણો હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામા આવી હતી. જેમા પાલિકાતંત્ર અને પ્રાન્ત,સહિતના તંત્રના અધિકારીઓ જોડાયા હતા. સરકારી જમીન પર અડચણરુપ દબાણો બુલડોઝર વડે દુર કરવામા આવ્યા હતા.કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો.
પંચમહાલ જીલ્લાન વડામથક ગોધરાનો વિકાસ વધી રહ્યો છે. નડતરરુપ દબાણો હોવાની બુમો પાછલા ઘણા સમયથી ઉઠવા પામતી હતી. આ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થવા પામતી હતી.જેના પરિણામ તંત્ર દ્વારા નડતરરુપ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. જેમા ગોધરાથી દાહોદ રોડ તરફના બામરોલી રોડ વિસ્તારમા આજે તંત્ર દ્વારા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.ગોધરા પ્રાંત , મામલતદાર,ગોધરા નગરપાલિકા, આર એન્ડ બી વિભાગ, આરટીઓ, એમજીવીસીએલ સહિત ટીમ આ કાર્યવાહીમા જોડાઈ હતી. અને દુકાનોની આગળના નડતરરુપ દબાણો દુર કરવામા આવ્યા હતા.દબાણો દુર કરવાની કામગીરીમા કોઈ વિક્ષેપ ના કરે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.