ગોધરા,
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણીને લઈને તેયારી કરી દેવામા આવી રહી છે. સાથે સાથે ગુજરાતમા ફરી 26 બેઠકોની કબજે કરવા માટે કમર કસી છે. મધ્ય ગુજરાતની મહત્વની અને ભાજપનો ગઢ ગણાતી પંચમહાલ લોકસભા બેઠક માટે ગોધરા શહેરના છેવાડે આવેલા ગદુકપુરમા આવેલા કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરવામા આવી હતી.જેમા 30થી દાવેદારોએ પોતાના સમર્થકો સાથે દાવેદારી નોધાવી છે. પંચમહાલના વર્તમાન સાંસદ દ્વારા પણ દાવેદારી નોધાવાઈ છે.
લોકસભા બેઠકની ચુટણીને લઈને ભાજપ એડવાન્સ પ્લાનિગ કરી રહ્યુ છે. ચુટણી જાહેર નથી થઈ તે પહેલા લોકસભા વિસ્તારમા પોતાના ચુટણી કાર્યાલયો શરુ કરી દીધા છે. સાથે સાથે સેન્સ પ્રકિયા પણ શરુ કીધી છે. આ માહોલ જોતા એવુ પણ લાગી રહ્યુ છે લોકસભાની ચુટણી આગામી દિવસોમા ગમે ત્યારે જાહેર થઈ શકે છે.ભાજપનો ગઢ ગણાતી પંચમહાલ લોકસભા બેઠક માટે ગોધરા પાસેના ગદુકપુર કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રકિયા લેવામા આવી હતી.નિરિક્ષકો તરીકે પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી મહિલા મોરચાના ડો. તૃપ્તિબેન વ્યાસ હાજર રહ્યા હતા.30થી વધુ ઈચ્છુક દાવેદારોએ લોકસભાની ચુટણી માટે દાવેદારી નોધાવી છે.જેમા વર્તમાન સાંસદ સહિત,પુર્વ ધારાસભ્યો, તેમજ પાર્ટી હોદ્દેદારો દ્વારા દાવેદારી નોધાવી હોવાની વિગતો જાણવા મળી છે.પંચમહાલ લોકસભા ભાજપનો ગઢ કહેવામા આવે છે. ત્યારે આ વખતે ભાજપનુ રાષ્ટ્રીય નેતૃત્વ કોની પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવુ રહ્યુ.