28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા ભાજપની સિદ્ધિ, 1 લાખ પેજ સમિતિ પૂર્ણ થતાં જિલ્લા પ્રમુખે...

અરવલ્લી જિલ્લા ભાજપની સિદ્ધિ, 1 લાખ પેજ સમિતિ પૂર્ણ થતાં જિલ્લા પ્રમુખે કાર્યકરોને પાઠવી શુભેચ્છા

0
1168

અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા બૂથ કક્ષાએ કામગીરી શરૂ કરી દીધી છે, આ માટે પ્રદેશ પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ પેજ સમિતિ બનાવવાનો મક્કમ નિર્ધાર જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર પટેલ તેમજ તેમની ટીમ દ્વારા 1 લાખ પેજ સમિતિના કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જિલ્લાના તમામ મંડલ તેમજ  બૂથ સુધી કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેમાં 1 લાખ 20 હજાર પેજ સમિતિ પૈકી 1 લાખ પેજ સમિતિની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 1 લાખ પેજ સમિતિની કામગીરી પૂર્ણ થતાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલે તમામ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર હોઇ જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, બૂથ કક્ષાએ પહોંચી લોકોનો સંપર્ક કરી સરકારની યોજનાઓ સહિતની જાણકારી પણ પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે. હાલ અરવલ્લી જિલ્લામાં ત્રણેય બેઠક પર કોંગ્રેસનો કબજો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણેય બેઠક પર જીત મેળવવા પેજ સમિતિ તૈયાર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!