38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસાના MLA રાજેન્દ્રસિંહ ઠાકોરે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો : રેલવે લાઈનમાં...

મોડાસાના MLA રાજેન્દ્રસિંહ ઠાકોરે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો : રેલવે લાઈનમાં જતી ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર ચુકવવામાં આવે

0
1132

મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રેલવેમાં કપાતમાં જતી જમીનના પ્રતિ ચોરસ મીટર 1 હજાર રૂપિયા ખેડૂતોને વળતર પેટે ચુકવામાં આવેની માંગ કરી છે. મોડાસા શામળાજી બ્રોડગેજ રેલવે લાઈનમાં મોડાસા તાલુકાના દસ કરતાં વધુ ગામડાના 410 ખેડૂતોની જમીન રેલવેમાં જાય છે મોડાસા તાલુકાના ગામડાના ખેડૂતોની 94 હેક્ટર કરતાં વધુ જમીન રેલવેમાં સંપાદન કરવામાં આવી રહી છે. મોડાસા તાલુકામાં જમીનના દર ઊંચા હોવાથી ખેડુતોને ઉંચુ વળતર ચુકવામાં આવેની માંગ કરી હતી.

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના જણાવ્યા અનુસાર, એક્સપ્રેસ હાઇવે માં ખેડુતોની જમીન કપાતમાં જતા સરકારે જંત્રીમાં સુધારો કરી એવોર્ડ જાહેર કરેલ છે તે પ્રમાણે મોડાસા-શામળાજી રેલવે લાઇનમા જતી ખેડુતોની જમીનનું વળતર ચુકવવામાં આવે તે ખેડૂતોના હીતમાં છે મોડાસા તાલુકામાં હાલ મોડાસા-સામળાજી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે કોલીખડ, પહાડપુર, સબલપુર, બાજકોટ, ગાજણ ,વગોડિયા, જિતપુર ,મોટી ઇસરોલ , નાની ઇસરોલ, જીવનપુર, બોલુન્દ્રા, બામણવાડ, ટિંટોઈ સુધીના ગામોમાં જમીન સંપાદન કરવાની કામગીરી ચાલે છે. તેમાં જમીનની હાલની બજાર કિંમત કરતાં નીચા એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. તેથી ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઊઠયો છે. જો આ વર્ષો જૂના નીચા જંત્રીના ભાવો રદ કરીને નવી જંત્રીનો લાભ ખેડૂતોને આપવામાં આવેની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!