ગોધરા
પંચમહાલ જીલ્લામા ઉનાળાની શરુઆત થતાની સાથે કેરીઓની હાટડીઓ ખુલી જતી હોય છે. ત્યારે નગરપાલિકા તંત્ર આ હાટડીઓ પર ચેકીગ હાથ ધરવામા આવ્યુ હતુ.જેને લઈને એક રસની દુકાન પર અખાદ્ય રસનો જથ્થો મળી આવ્યો હતો. અને તેનો નાશ કરવામા આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં ઉનાળાની શરુઆત થતા જ કેરી રસની હાટડીઓ ખુલી જવા પામી છે. જેમા શહેરા નગર પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ મામલે ઓંચીતી તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી એક કેરીના રસની હાટડી પર તપાસ કરવામા આવતા દુકાનમાં જેમાં ચાર કિલો સડેલી કેરી અને કલર નાખેલી ચાસણી મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામા આવ્યો હતો.સાથે સાથે દંડનીય કામગીરી પણ કરવામા આવી હતી.નોધનીય છે કે ઉનાળો આવાતાની સાથે પંચમહાલ જીલ્લાના આવેલા તાલુકા મથકોમા કેરી તેમજ શેરડી રસની હાટડીઓ ખુલી જાય છે. પણ કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમા બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો ઉપયોગ કરતા પણ અચકાતા નથી. તેની સીધી અસર લોકોના આરોગ્ય પર પડે છે.