અરવલ્લી SP શૈફાલી બારવાલે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓમાં રેસ જોવા મળી રહી છે મોડાસા ટાઉન પોલીસે મોડાસાના હંગામી બસ સ્ટેન્ડ નજીક ગલ્લાઓની આડમાં વરલી -મટકાનો આંક ફેરનો જુગાર રમાડતા બે શકુનિઓને દબોચી લઇ 12 હજારથી વધુની રોકડ સહિત 16 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર કોલવડાના રાકેશ રાવળ નામના ખેલીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન PI કે.ડી.ગોહિલે ટાઉન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભળાતાની સાથે શહેરમાં પ્રોહિબિશનની સખ્ત અમલવારી કરાવવા અને જુગારધામ ચલાવતા શકુનિઓ પર અંકુશ મેળવવા ટાઉન પોલીસને માર્ગદર્શન આપતા ટાઉન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસોએ બાતમીદારો સક્રિય કરતા મોડાસાના હંગામી બસ સ્ટેન્ડ નજીક ગલ્લાઓને આડમાં વરલી-મટકાના આંકફેરનો જુગાર રમાતો હોવાની બાતમી મળતાં તાબડતોડ રેડ કરી લક્ષ્મણસિંહ ધૂળસિંહ સોલંકી (રહે,હફસાબાદ-મોડાસા) અને મહેન્દ્ર ભીખાલાલ ભાવસાર ( રહે,સર્વોદય નગર-મોડાસા)ને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.12010/- તેમજ મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળી રૂ.16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થનાર રાકેશ ભીખા રાવળ (રહે,કોલવડા-ધનસુરા) સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી