ગંભીર રીતે દાઝી ગયેલી એક દુઝણી ગાયનું મોત નીપજ્યું
બાયડ તાલુકાના ગોતાપુર ગામે ખેડૂતના પશુઓ બાંધવાના તબેલામાં અગમ્ય કારણોસર આગ લાગતાં ચાર પશુઓ ગંભીર રીતે દાઝી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના ગોતાપુર ગામે ભરવાડ મગીબેન મેલાભાઈ નામની મહિલાના ઘર નજીક બનાવેલા પશુઓ બાંધવાના તબેલામાં અગમ્ય કારણોસર આગ લાગી જતો ચાર પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને એક દૂધ આપતી ગાયનું દાજી જવાથી મોત પણ નિપજ્યું હતું.
ગ્રામીણ ગરીબ ખેડૂતને અંદાજે ત્રણ લાખ રૂપિયા ઉપરાંતનું નુકસાન જતાં ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું. ખેડૂતને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો.