ગરીબ નવાજ સોસાયટી અને આશિયાના સોસાયટીમાં રખડતા કૂતરાને લીધે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા
Advertisementબંને સોસાયટીમાં ભયના માહોલને પગલે સ્વયંભૂ કર્ફ્યૂ જેવી સ્થિતિ
Advertisement
મોડાસા શહેરમાં દિન-પ્રતિદીન રખડતા કુતરાઓનો આંતક વધી રહ્યો છે.શહેરના રહેણાંક સોસાયટીઓ અને ગલી-મહોલ્લાઓમાં જ્યાં જુઓ ત્યાં કુતરા અડિંગા જોવા મળે છે.મોડાસા શહેરમા રખડતા ઢોરો બાદ હવે કુતરાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મોડાસા જાણે શ્વાન નગર બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે મોડાસા શહેરની ગરીબ નવાજ સોસાયટી અને આશિયાના સોસાયટીમાં એક રખડતા કૂતરાએ રીતસર આતંક મચાવતા એક દિવસમાં 9 મહિલા અને બાળક પર હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી કુતરાના આતંકને પગલે સ્થાનિક કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન અને તેમના મિત્રો સ્થળ પર દોડી ગયા હતા નગરપાલિકા તંત્રને જાણ કરતા રખડતા કૂતરાને પકડવા માં સફળ રહી હતી
મોડાસા શહેરની ગરીબ નવાઝ સોસાયટી અને આશિયાના સોસાયટીમાં સોમવારે રખડતા કૂતરાએ આતંક મચાવી રોડ પરથી પસાર થતાં અને ઘર બહાર કામકાજ કરતી મહિલાઓ અને રોડ પર રમતા બાળકો પર એક બાદ એક હુમલો કરતા ગણતરીના કલાકોમાં 9 લોકોના શરીરે બચકા ભરી લોહિલુહાણ કરતા ભારે અફડાતફડી મચી હતી કુતરાના આતંકના પગલે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા કુતરાના આતંકથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો કુતરાના હુમલાનો ભોગ બનેલ વ્યક્તિઓને તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધા હતા નગરપાલિકા તંત્રને જાણ કરતા નગરપાલિકા તંત્રની ટીમે ભારે જહેમત બાદ રખડતાં કૂતરાને ઝડપી પાડતાં સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો