ગુજરાતમાં 7મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે અરવલ્લી જીલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાતા નિર્ભય બની મતદાન કરી શકે અને નિર્વિઘ્ન ચૂંટણી પૂર્ણ થાય તે માટે તંત્રએ તડામાર તૈયારીઓ આદરી દીધી છે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ સતત જીલ્લામાં આવેલ સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઇ રહ્યા છે જીલ્લામાં નવનિયુક્ત એએસપી સંજય કેશવાલાએ પણ સંવેદનશીલ મતદાન મથકની સમીક્ષા કામગીરીમાં જોતરાયા હતા
અરવલ્લી SP શૈફાલી બારવાલે આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓ સાથે સંવેદનશીલ મતકેન્દ્રની મુલાકાત સતત લેવાની સાથે ગ્રામજનો સાથે બેઠક યોજી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણીમાં 1047 મતદાન મથકો પર મથકો પર મતદાન થનાર છે ત્યારે તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકમાં આવતા કેન્દ્રો પર સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત લઇ રહ્યા છે જીલ્લા ASP સંજય કેશવાલાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સંવેદનશીલ મતકેન્દ્રોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાનીની સ્થિતિ ની સમીક્ષા કરી હતી