28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગોધરા- કોમર્સ કોલેજ ગોધરા એન એસ એસ દ્વારા હોળી પર્વની ઉજવણી...

ગોધરા- કોમર્સ કોલેજ ગોધરા એન એસ એસ દ્વારા હોળી પર્વની ઉજવણી કરાઈ

0
113

ગોધરા
રંગોના તહેવાર એવા હોળી- ધુળેટી પર્વની કોમર્સ કોલેજ એનએસએસ દ્વારા પરીક્ષા પૂર્ણ થતા ગુલાલના સથવારે હોળીની શાનદાર ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ એકબીજાને પ્રતિકાત્મક રંગ લગાડી હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે ડીજેના સથવારે “રંગ બરસે ગીતના ગીતો સાથે ડાન્સ કરી હોળી પર્વની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડો.અરુણસિંહ સોલંકી એ હોળી પર્વનું મહત્વ અને ધુળેટી પર્વની શીખ આપતા જણાવ્યું હતું કે જેવી રીતે રંગો એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે તેમ જો નાની મોટી ગેરસમજ હોય તો ભૂલી જઈ એકબીજાને માફ કરી રંગોની જેમ એકબીજામાં વિશ્વાસ મૂકી સંબંધો પુનઃસ્થાપિત કરીએ . સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નિશી અને માનસી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!