32.8 C
Gujarat
Tuesday, August 4, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે સજા વોરંટમાં નાસતા-ફરતા શહેરના બે આરોપીને ઝડપી...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે સજા વોરંટમાં નાસતા-ફરતા શહેરના બે આરોપીને ઝડપી પાડી જેલના હવાલે ધકેલ્યા

0
178

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસે સજા વોરંટમાં છેલ્લા છ મહિનાથી ફરાર અને અન્ય એક નવ મહિનાથી ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા કોર્ટે સજા ફટકારતા છેલ્લા છ મહિનાથી નાસતો-ફરતો આરોપી સજ્જાદહુસેન ઉસ્માનગની ખેરાડા મધુફળીમાં આવેલા તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા તેના ઘરે રેડ કરી દબોચી લીધો હતો તેમજ મોડાસાની મદની સોસાયટીમાં રહેતો અને કોર્ટે સજા ફટકારતા છેલ્લા નવ માસથી ફરાર રિયાઝ હસનભાઇ ટીંટોઈયા તેના ઘરે હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી દબોચી લીધો હતો બંને નાસતા-ફરતા આરોપીઓ રમઝાન માસ પરિવાર સાથે પસાર કરવા આવ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!